રાજકોટમાં સિઝનલ રોગચાળાના 1882 કેસ

રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી લોકોને ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, જેને કારણે સીઝનલ રોગચાળો વકર્યો છે ત્યારે મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક અઠવાડિયામાં શરદી-ઉધરસ, તાવ સહિત રોગચાળાના 1882 કેસ નોંધાયા છે તો મચ્છરજન્યમાં મેલેરીયાનો એક કેસ સામે આવ્યો છે. ડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો કે ચીકનગુનીયાના કોઇ દર્દી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે નોંધાયા નથી. શરદી-ઉધરસના 933, સામાન્ય તાવના 715, ઝાડા-ઉલ્ટીના 233 દર્દીની નોંધ થઇ છે.

જોકે, મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા માત્ર સરકારી છે. ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઇન જોતા ઘરે-ઘરે સિઝનલ રોગચાળાના કેસ આવી રહ્યાનું દેખાઇ રહ્યું છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.23-2થી તા.1-3 દરમિયાન 9582 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 1564 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન 176 મિલ્કતો, બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 76 અને કોર્મશીયલ 32 આસામીને નોટીસ આપવામાં આવ્યાનું પણ મેલેરીયા વિભાગે જણાવ્યું હતુ.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નવી શિયાળુ સિઝન શરૂ થઇ જ ગઇ છે. માર્કેટિંગ યાર્ડમાં હોળાષ્ટક બાદ નવી કૃષિ જણસીઓનું ઉત્પાદન મબલખ માત્રામાં છે છતાં છેલ્લા છ દિવસોમાં પર્યાપ્ત ઠંડી નહીં પડતા અને ગરમી પણ વ્હેલી શરૂ થઇ જવાને કારણે વિઘા દીઠ ઉતારામાં વતા-ઓછા પ્રમાણમાં કાપ આવી શકે છે.જેમાં ઘઉંના ભાવ ગત વર્ષની સરખામણીએ સ્થિર જેવા જ છે. સારા ક્વોલીટીના ઘઉં રૂ.600 આસપાસ છે.તેમાં ગત વર્ષથી થોડો ઘટાડો છે. યાર્ડમાં આજે ઘઉંમાં 20 હજાર મણની આવક હતી. આ સિવાય ચણા 20,000 મણ, રાયડા 5000 મણ, તુવેર 11000 મણ, જીરૂ 16000 મણ ઉપરાંત અન્ય મુખ્ય આવકોમાં વટાણાની 10,000 મણ, મેથીની 5000 મણ, લસણની 3000 મણ તથા સફેદ તલની 2300 મણ આવક થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *