રાજકોટમાં સવારથી તડકા-છાંયડા વચ્ચે અડધો ઇંચ વરસાદ

રાજકોટ શહેરમાં શુક્રવારે સવારથી હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરમાં સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસતા નગરજનોને રાહતનો અનુભવ થયો હતો. શહેરના વિવિધ ઝોનમાં થયેલા વરસાદના આંકડા મુજબ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં 16-16 મીમી વરસાદ પડ્યો હતો,

જ્યારે વેસ્ટ ઝોનમાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ગરમીમાંથી થોડીક રાહત મળી હતી, જોકે છાંટાછૂટા વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા હતા. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. 28 ઑગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *