રાજકોટમાં વિકાસ સપ્તાહની રાજયવ્યાપી ઉજવણી

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકસિત ગામ વિકસિત ગુજરાતના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ તારીખ 11 ઓક્ટોબરને શનિવારના રોજ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના યોગી સભા ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંદાજિત રૂપિયા 194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ તકે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને રૂ. 21 કરોડના ચેકનું પણ વિતરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી 194 કરોડના 18 કામોના ખાતમુહર્ત કરશે પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જયારે રાજ્યના બાકી તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે. રાજકોટના કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ શહેર-જિલ્લાના કુલ 194 કરોડના 18 કામોના ખાતમુહર્ત કરવામાં આવશે. આ સાથે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને 21 કરોડના ચેકનું પણ વિતરણ કરવામાં આવશે અને તેની સાથે સાથે સરકારી સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવશે.

કૃષિ મંત્રી, સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રાજયસરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજયના કૃષિ તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઇ મોકરીયા અને કેસરીદેવસિં ઝાલા તેમજ ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતા શાહ, રમેશ ટીલાળા, જયેશ રાદડીયા, ગીતાબા જાડેજા, મહેન્દ્ર પાડલિયા, દુર્લભજી દેથરીયા અને જીતુ સોમાણી ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *