રાજકોટ મનપા કચેરી ખાતે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકનો એજન્ડા સેક્રેટરી દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો. જે અંતર્ગત આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ એજન્ડામાં જુદાં-જુદાં વિકાસ કામની 20 દરખાસ્તનો સમાવેશ કરાયો હતો. જોકે હાલમાં આચારસંહિતા અમલી હોવાને કારણે નિયમ મુજબ ફરી આ વખતે પણ તમામ દરખાસ્તોને પેન્ડીંગ રાખવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આજની બેઠકનાં એજન્ડામાં શહેરના વોર્ડ નં. 8(પાર્ટ), 11(પાર્ટ) અને 13(પાર્ટ)માં ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્કફલો મીટરના ઓપરેશન અને મેઈન્ટેનન્સ તેમજ રિડીંગ, બીલીંગના કામ અંગે શહેરના વોર્ડ નં. 15માં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઇવેને લાગુ ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણને પિયત આપવા પાણીની લાઇનનું નેટવર્ક કરી આપવાના કામ અંગે, શહેરના વોર્ડ નં. 18માં સોલવન્ટ વિસ્તારની જુદી જુદી સાંકડી શેરીઓમાં પેવિંગ બ્લોક નાખવા, મોટા મવામાં આવેલી ઈલેકટ્રીક સ્મશાનને ગેસ સ્મશાનમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તો મુકવામાં આવી હતી.