રાજકોટમાં વધુ 3 લોકોના હાર્ટએટેકથી મોત

રાજકોટના કોઠારિયા મેઈન રોડ પર આવેલા વિવેકાનંદ શેરી નં. 5માં રહેતા હંસાબેન હસમુખભાઈ ટઢાણિયા (ઉં.વ.55) પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા તાકીદે સારવાર અર્થે ખસેડાતા ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પ્રૌઢાને સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેકથી મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં કોઠારિયા મેઈન રોડના બાલાજી પાર્કમાં રહેતા મુકેશભાઈ રણછોડભાઈ વાઘેલા(ઉં.વ.59)ને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાતા તબીબે તપાસી હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

જ્યારે લોધિકામાં રહેતા કમલજિત ચૌહાણ(ઉં.વ.46)નામના આધેડનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તે બે ભાઈમાં નાના હતા. મૂળ યુપીના વતની લોધિકા ટેક્નોકાસ્ટ કારખાનામાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *