રાજકોટમાં વધુ એક લૂંટની ઘટના,મવડીમાં યુવાન-રિક્ષાચાલકને આંતરી છરી બતાવી સ્પ્રે છાંટી રૂ.5,500ની લૂંટ કરી કારમાં આવેલા 4 શખ્સો ફરાર

રાજકોટમાં લૂંટની વધુ એક ફરીયાદ નોંધાઈ છે. જેમાં શહેરના મવડીમાં રહેતા અને મજૂરીકામ કરતા 18 વર્ષીય યુવાને રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 4 શખ્સો કારમાં આવ્યાં હતા અને યુવાનને આંતરી છરી બતાવી આંખમાં સ્પ્રે છાંટી આધારકાર્ડ અને રૂ. 4,000ની લૂંટ કરી હતી તો અજાણ્યા રીક્ષાચાલકને રોકી રૂ.1,500ની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. યુવાને 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 54, 126(2) તથા જીપી એક્ટ 153 મૂજબ FIR નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, ગત તા.7 ઓગસ્ટના રોજ બનેલી લૂંટની ઘટનાની 10મી ઓગસ્ટના ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

રાજકોટનાં મવડીમાં 40 ફૂટના રોડ ઉપર ધરમ નગર શેરી નંબર 1/2ના ખૂણે રહેતા મંયકભાઇ સમસિંગભાઇ ઉર્ફે રમેશભાઈ કુશવાહ રાજપુત (ઉ.વ.18, ધંધો મજુરીકામ) એ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં (1)આનંદ ઉર્ફે જાબો સંજયભાઇ પરમાર (જાતે દેવીપુજક ઉવ.19 ધંધો.મજુરી રહે. 40 ફુટ રોડ માલધારી ચોકની આગળ, ઓમનગર સર્કલ પાસે 150 ફૂટ રીંગ રોડ રાજકોટ)તથા (2) જય ઉર્ફે જયલો કીશોરભાઈ મોરી (જાતે રજપુત ઉ.વ.22 ધંધો મજુરી રહે. પ્રજાપતી સોસાયટી શેરી નં-2 ચામુંડા કુપા મકાન 40 ફુટ રોડ રાજકોટ)તથા (3) રાજ ઉર્ફે રાજીયો પ્રકાશભાઈ મેવાડા (જાતે અનુ.જાતી ઉ.વ.19 ધંધો મજુરી રહે, ધરમનગર શેરી નં-4, 40 ફુટ રોડ રાજકોટ તથા (4) ગૌરાંગ ભુપતભાઈ ગોલીરીયા જાતે વાણંદ ઉ.વ.20 ધંધો.વાણંદકામ રહે. ન્યુ રાજદીપ સોસાયટી,શેરી નં-2, 40 ફુટ રોડ રાજકોટ) સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીના ખિસ્સામાંથી આધાર કાર્ડ તથા રોકડા રૂપીયા 4000 તથા સાહેદ ચેતનસિહ નાથુજી નકુમ પોતાની રિક્ષા લઇ જતા હોય તેને રોકી તેમની પાસેથી રૂપીયા 1500 મળી રૂ. 5500ની લૂંટની ફરિયાદ દાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *