રાજકોટમાં રોડ પર અડચણરૂપ કારને ટ્રાફિક પોલીસે લોક કરી ટોઇંગ કરતાં બે શખ્સોએ ધમાલ મચાવી

રાજકોટ શહેરના ઘાંચીવાડના અક્રમ દાઉદાણી અને તેના સાગરીતે મેમો ન ભરવા બાબતે પોલીસનો કાંઠલો પકડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ASI તરીકે ફરજ બજાવતાં નિર્મળસિંહ કનકસિંહ જાડેજાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બિલાલ દિલાવર ઉઠમણા અને અક્રમ રફિક દાઉદાણીનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના તેઓની સરકારી ક્રેન-06માં નોકરી હતી. તેમની સાથે TRB કરણભાઇ બસીયા, વિનોદભાઈ સોંલકી શહેરમાં નો-પાર્કીંગમાં મૂકેલ વાહનોને ટોઇંગ કરવાની કામગીરી કરવા માટે અલગ-અલગ જગ્યાએ ટ્રાફિકને અડચણના કેસો કરતા હતા. તેઓ પેટ્રોલિંગમાં ફરતા-ફરતા એસ્ટ્રોન ચોક, સરદાર નગર મેઇન રોડ તરફ જતા મેહુલ મોબાઇલની સામે રોડ ઉપર અડચણરૂપ એક i20 કાર નં.જીજે.03.એલબી.6952 પડેલ હતી. જેથી, ક્રેનને રોકી સાથેના TRBને તે ગાડીને લોક મારવાનું જણાવતા ગાડીને લોક મારેલ અને ત્યાં કોઇ ગાડીના માલીક હાજર ન હોય ,જેથી લોક મારી તેઓ પેટ્રોલિંગમાં નીકળી ગયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *