રાજકોટમાં રાજ્ય કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનો પ્રારંભ

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે રાજ્ય કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં આજે પ્રથમ દિવસે 10 ટીમના જિલ્લા કક્ષાએ વિજેતા બનતા પ્રથમ ત્રણ એટલે કે 30 ટીમે પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી દર્શકોને મંત્ર મુક્ત કરી દીધા હતા, જેમા પ્રથમ દિવસે 600 ખેલૈયાઓએ ભાગ લીધો હતો. જુનાગઢ શહેરની ટીમ દ્વારા બાલકૃષ્ણ રાસ પ્રસ્તુત કરાયો હતો તો વડોદરા શહેરની ટીમનો અર્વાચીન ગરબો તો મોરબીની ટીમના પ્રાચીન ગરબાએ ઉપસ્થિત સૌ કોઈને રસ તરબોળ કરી દીધા હતા. 28 નવેમ્બર સુધી એટલે કે ચાર દિવસ ચાલનારી આ સ્પર્ધા દરમિયાન મેર અને મણિયારો રાસ જોવાનો લાહવો પણ લોકોને મળશે.

રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાએ જણાવ્યું હતું કે, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજકોટ વિભાગ દ્વારા આજે રાજ્યકક્ષાની નવરાત્રી રાસ ગરબાની સ્પર્ધાનો હેમુ ગઢવી હોલ ખાતે પ્રારંભ થયો છે. આ રાસોત્સવ ચાર દિવસ ચાલશે એટલે કે 25થી 28 નવેમ્બર સુધી આ સ્પર્ધા યોજાશે. જેમાં આજે પ્રથમ દિવસે મેયર નયનાબેન પેઢડીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી દ્વારા આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આજે 10 જિલ્લાઓના ખેલૈયાઓનું ખુબ જ સારું પરર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. કુલ 120માંથી 30 ટીમોનું પરર્ફોર્મન્સ આજે રજૂ થયું હતું. બાકીની 90 ટીમ આગામી ત્રણ દિવસમાં હરીફાઈમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *