રાજયના જુદા જુદા જિલ્લાઓમાં આદિજાતિ વિકાસ અધિકારીની વર્ગ 2ની જગ્યાઓ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે આગામી 21 જાન્યુઆરીના રવિવારે રાજકોટ સહિત રાજ્યના શહેરોમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારી સહિતનો સ્ટાફ સેન્ટરોમાં હાજર
રાજકોટમાં અલગ અલગ 37 સેન્ટરમાં પરીક્ષા લેવામાં આવશે અને ઉમેદવારોની સંખ્યા 8,504 છે. પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે આયોગના પ્રતિનિધિ અને તકેદારી અધિકારી સહિતનો સ્ટાફ પરીક્ષા સેન્ટરોમાં હાજર રાખવામાં આવશે. સામાન્ય અભ્યાસ વિષયની પરીક્ષાના પેપરો શનિવારે ગાંધીનગરથી આવી જશે અને ટ્રેઝરી ઓફિસના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. સ્ટ્રોંગ રૂમ આસપાસ રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને બુધવારે તાલીમ આપવામાં આવશે.