રાજકોટમાં યુવકની સારવારમાં તબીબોએ બેદરકારી દાખવ્યાનો પરિવારજનોનો આરોપ

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવાનનું તબીબોએ બેદરકારી દાખવતા મોત થયું હોવાના આક્ષેપો થયા છે. મૃતક યુવાનના રોષિત પરિવારજનોએ પ્રદ્યુમનગર પોલીસ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ અરજી આપી બેદરકાર તબીબો સામે પગલા ભરવા માગ કરી છે. મૃતકનાં પરિવારની ધમાલથી સિવિલમાં લોકોના ટોળટોળા ઉમટી પડયા હતાં. વાતાવરણ વણસે તે પહેલાં સિવિલના આર.એમ.ઓ. દુસરા સહિતનાએ દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ દરમિયાન 8 કલાક સુધી મૃતકની લાશ હોસ્પિટલમાં રઝળતી રહી હતી. આ તકે પરિવારજનો દ્વારા બનાવવામાં આવેલો વીડિયો વાઇરલ થયો છે.

પ્રાપ્ત વિગત મુજબ તાલાલામાં પીપળવા રોડ નજીક રહેતા દવિત પ્રકાશભાઈ કાળાભાઈ કાથડ ગત તા. 1 નવેમ્બરે રાત્રિના નવેક વાગ્યે તેમના ઘરેથી અગાશી પરથી અકસ્માતે ગબડી પડતા પ્રકાશભાઈ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા. 4ના રોજ પ્રકાશભાઈનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *