રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. CNG પંપ ખાતે સિગરેટ પીવાની ના પાડતા ફિલર મેન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. કોઠારીયા વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી પંપ ખાતે ફિલરમેન પર છરી વડે હુમલો કરાયો.ફિલરમેનને માથાના ભાગે ઈજા થતાં ટાકા આવ્યા છે અને શરીરના હાથ પગ ઉપર છરીના ઘા લાગવાથી છરકા પડેલા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
રાજકોટના આજીડેમ પોલીસ મથક ખાતે અમનભાઈ ફિરોજભાઈ પઢીયાર (ઉ.વ.22 ધંધો.પ્રા.નોકરી રહે. હુસેની ચોકવાળી શેરી ક્વાર્ટર નં.1005 કોઠારીયા સોલવંટ રાજકોટ) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઠારીયા ગામ ખાતે ધનલક્ષ્મી પેટ્રોલપંપમાં નોકરી કરું છું. તા.9 ઓગસ્ટના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યા આસપાસ ધનલક્ષ્મી પેટ્રોલપંપ કોઠારીયા ગામ ખાતે મારી નોકરી પર હતો. હું જ્યાં CNG રીફીલીંગનુ કામ કરતો હતો. ત્યા એક બ્લુ કલરની સ્વીફ્ટ ગાડી આવી ઉભી રહી અને તેની અંદર રહેલ બે લોકો સિગારેટ પીતા હતા, જેથી મે તેઓને પેટ્રોલપંપમા સિગારેટ પીવાની ના પાડી હતી.