રાજકોટમાં મૈત્રી કરારથી રહેતા પ્રેમીએ પ્રેમિકાના મોઢા પર ઓશીકું દબાવી મોતને ઘાટ ઉતારી

રાજકોટના રૈયા રોડ પર આવેલા RMCના આવાસ ક્વાર્ટરમાં મહિલાની હત્યા થઈ છે. આવાસ ક્વાર્ટરમાં મૈત્રી કરારમાં રહેતા તેના પ્રેમી મહિલાની હત્યા કરી છે. મહિલાના મૃતદેહ ઉપર તેના જ બહેનની નજર પડી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરતા મહિલાને ઓશીકા વડે ડૂમો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરતા આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવક-યુવતી છેલ્લા 4 મહિનાથી મૈત્રી કરાર કરીને બે મહિનાથી રૈયા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેવા આવ્યા હતા.

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૈયા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા ઇલા ઉર્ફે કિરણ સોલંકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ તેના જ ઘરમાં જોવા મળતા તેની બહેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ તેમજ અધિકારીઓ સાથે સ્થળ પહોંચી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પ્રથમ ગળા ટૂંપો દઈ હત્યા કરાઈ હોવાનું માલુમ થયું હતું, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા તેના પ્રેમી કે જેમની સાથે છેલ્લા 3-4 મહિનાથી મૈત્રી કરાર કરી રહેતા સંજય ગોસાઇએ ઓશીકા વડે મોઢા પર ડૂમો આપી કરી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *