રાજકોટમાં મિલકતોના વેચાણમાં ઘટાડાથી 5.18 કરોડનું ગાબડું!

રાજકોટ શહેર-જિલ્લામાં ઓગષ્ટ-2025માં 11,252 મિલ્કતોનું વેચાણ થયું છે. જેના દસ્તાવેજનું રજીસ્ટ્રેશન ઝોન વાઈઝ સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા તેની ફી અને સ્ટેમ્પ ડયુટીની રાજય સરકારને રૂ.64.99 કરોડની આવક થઈ છે. જોકે જુલાઈની સરખામણીમાં રૂ. 5.18 કરોડનું ગાબડું પડ્યું છે. જુલાઈમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડયુટી થકી રૂ.70.18 કરોડની આવક થઈ હતી.

રાજકોટમાં જુલાઈ – 2025માં 13,380 મિલ્કતોના દસ્તાવેજનું રજીસ્ટ્રેશન થતા તેની ફી અને સ્ટેમ્પ ડયુટીની રાજય સરકારને રૂ.70,18,89,794 ની આવક થવા પામી હતી. આમ જુલાઈ-2025ની સાપેક્ષમાં ઓગષ્ટ-2025 માં 1128નો ઘટાડો થતા સરકારને આવકમાં પણ રૂ.5.18 કરોડનું ગાબડું પડ્યું છે.

મોરબી રોડ વિસ્તાર મિલ્કતોના ખરીદ-વેચાણમાં એવરગ્રીન જોકે શહેરનો મોરબી રોડ વિસ્તાર મિલ્કતોના ખરીદ-વેચાણમાં એવરગ્રીન રહ્યો છે. ઓગષ્ટ-25માં પણ આ વિસ્તારમાં સૌથી વધુ 1590 મિલ્કતોના સોદા પડયા છે. મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ મિલકતોનું વેચાણ થતા તેની દસ્તાવેજ નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા સરકારને આ માત્ર એક જ વિસ્તારની દસ્તાવેજ નોંધણીની સ્ટેમ્પ ડયુટી અને ફીની રૂ.9.54 કરોડની આવક થવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *