રાજકોટમાં મિત્રએ મિત્રને છરી મારી, 10% વ્યાજ ખંખેર્યા બાદ પણ યુવકને વ્યાજખોરની ધાકધમકી

રાજકોટમાં રિસામણે ગયેલા ભાભીને તેડવાં ગયેલા યુવાન પર હૂમલો થયો હતો. થોરાળામાં રહેતો પ્રકાશ પરમાર ખીજડીયા ગામમાં રિસામણે ગયેલા ભાભીને તેડવા માટે ગયા હતા ત્યારે ભાઈના સસરા સહિતાનાએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં છરીનો ઘા માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, પ્રકાશ ભલાભાઈ પરમાર (ઉં.વ. 22, રહે.થોરળા, રાજકોટ) 24 માર્ચના રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતે ખીજડીયા ગામમાં હેમંતભાઈ મોહનભાઈ રાઠોડના ઘરે હતો, ત્યારે સામેવાળા હેમંતભાઈ, બળવંતભાઈ સહિતનાએ ઝઘડો કરી છરી વડે માર મારતા પીઠના ભાગે ઇજાઓ થઈ હતી. પ્રકાશે જણાવ્યું કે, તે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તેના ભાઈ નીતિનભાઈના પત્ની જાનકીબેન રિસામણે તેના માવતર ખીજડીયા ગામે હતા.

ગઇકાલે તેડી જવાનો ફોન આવતા નિતીનભાઈ ત્યાં ગયા હતાં. તેમના સાસુ-સસરા હાજર ન હોવાથી સાંજે આવવાનું કહ્યું હતું. દરમિયાન પ્રકાશે પણ અગાઉ ખીજડીયા પ્રસંગ વખતે ગેસનો બાટલો આપ્યો હોય તે પરત લેવાનો હોય એટલે પ્રકાશ પણ ત્યાં પહોંચ્યો હતો. પ્રકાશ ત્યાં પહોંચ્યો પછી નીતિનભાઈ પણ આવ્યા. આ દરમિયાન બોલાચાલી થઈ હતી અને હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ પ્રકાશનું નિવેદન લઈને કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *