રાજકોટમાં છેલ્લા 5 દાયકાથી યોજાતો લોકમેળો આ વર્ષે અધવચ્ચે અટકીને પડ્યો છે. રાઇડસ સંચાલકો એસઓપીમાં રાહત માંગે છે. જ્યારે રાજકોટના કલેક્ટરની બદલીનો ઓર્ડર આવી ગયો છે. આજે તેઓ ચાર્જ છોડી દેશે. એટલે ફોર્મ ઉપાડવાની મુદતમાં વધારો કરવા અંગે કે અન્ય કોઈ નિર્ણય લઇ નહીં શકાય તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું છે. જન્માષ્ટમીમાં મનોરંજન માટે રાજકોટમાં છેલ્લા 5 દાયકાથી મેળો થાય છે. પરંતુ સતત બીજા વર્ષે વિવાદમાં છે. ગત વર્ષે ટી.આર.પી. અગ્નિકાંડને લઈને એસઓપીનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે પણ વિરોધ થયો હતો. પરંતુ ભારે વરસાદને કારણે મેળો જ રદ કરવો પડયો હતો. ત્યારે આ વર્ષે મેળો થાય છે કે નહીં તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. બે વખત મુદત વધાર્યા બાદ હજુ 110 જ ફોર્મ ઉપડ્યા છે. જેની સામે 20 ફોર્મ જ ભરાઈને આવ્યા છે.
વહીવટી તંત્ર આર.સી.સી. મુજબનું ફાઉન્ડેશન માંગે છે. તે મુજબનું ફાઉન્ડેશન કરવા માટે ઓછામાં ઓછો 20 દિવસનો સમય લાગે છે. જ્યારે અમને ગ્રાઉન્ડ 8 દિવસ પહેલા જ મળે છે. આટલા ટૂંકા સમયગાળામાં આર.સી.સી. મુજબનું ફાઉન્ડેશન કરવું શકય નથી. રાઇડસમાં જે ફાઉન્ડેશન હોય છે તે સુરક્ષિત જ છે. તેમાં અલગ- અલગ ભાગમાં વજન વહેંચાઇ જાય છે. જેથી દુર્ઘટના થવાની કોઇ સંભાવના રહેતી નથી. એટલે અમારી ડિમાન્ડ એવી છે કે રાઈડસમાં લોખંડનું ફાઉન્ડેશન આવે છે તે માન્ય રાખવામાં આવે. જો આ ફાઉન્ડેશન માન્ય રાખવામાં આવે અને કોઈ દુર્ઘટના થાય છે તો તેની જવાબદારી રાઈડસ સંચાલકની જ ગણાશે. કારણ કે, રાઈડસ સંચાલક-માલિકને જ ખબર હોય કે તેની રાઈડસમાં કયા કમી છે. આ અંગેની જાણ મેળાના આયોજકોને ના હોય એટલે દુર્ઘટના સમયે જવાબદારી રાઈડસ માલિકની જ ગણાય. આ અંગેની રજૂઆત અમે