રાજકોટમાં ભાજપ પ્રભારીએ વોર્ડ પ્રમુખો સાથે કરી બેઠક

રાજ્યમાં શહેર અને જિલ્લામાં SIRની કામગીરી તેજ ગતીએ ચાલી રહી છે. ત્યારે તંત્ર અને ભાજપ દ્વારા સંયુક્ત રીતે પણ કામગીરી ચાલી રહી છે.

ત્યારે શુક્રવારે ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકર તેમજ સૌરાષ્ટ્ર SIR ઇન્ચાર્જ મહેશ કસવાલા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટના તમામ કોર્પોરેટર, તમામ મંડળ પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણીની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર SIR ઇન્ચાર્જ મહેશ કસવાલા તેમજ ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકરે બેઠકમાં જિલ્લામાં ડોર ટુ ડોર ગણતરી ફોર્મ વિતરણ, ડિજિટાઇઝેશન, નોંધાયેલા મતદારો તેમજ મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતરીત મતદારો, રદ થયેલા મતદારો તેમજ મેપિંગ પ્રક્રિયા સહિતના મુદ્દે ચર્ચા કરીઓછામાં ઓછા ફોર્મ રદ થાય તે મુદ્દે તાકીદ કરી તેમજ કાર્યકરોને સમજ આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં તમામ મંડળ પ્રમુખ, શહેર પ્રમુખ, SIR ઇન્ચાર્જ, મહામંત્રી, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *