રાજકોટમાં ભવાઈ-નાટકના માધ્યમથી મતદાન જાગૃતિ

ગુજરાતમાં આગામી તા.7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજકોટમા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનોખી રીતે મતદાન જાગૃતિ આપવામા આવી રહી છે. ભવાઈ અને નાટકના માધ્યમથી દરેક લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામા આવી રહી છે. ‘મતદાન મથકે જરૂર પધારો’ એ નામથી મહિલા-પુરુષોના મતદાનમાં મોટો તફાવત, ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરવામા આવી રહી છે. ભારતીય લોકકળા થકી મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટની લોકસભા બેઠક ઉપર 100 ટકા મતદાન થાય તે માટેનાં પ્રયાસો વહિવટી તંત્ર દ્વારા કરવામા આવી રહ્યા છે.

રાજકોટ વિધાનસભાના પશ્ચિમ વિસ્તારના હેમુ ગઢવી હોલ અને જેતપુર વિધાનસભા વિસ્તારના અમરાપર ગામ ખાતે નાટક-ભવાઈ એવા લોકકળાના માધ્યમથી મતદાર જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંપરાગત માધ્યમના કલાકારોએ મતદાન જાગૃતિનો સંદેશ પાઠવતું પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. મનોરંજન સાથે કલાકારોએ અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે તમામને હાકલ કરી હતી તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ નાગરિકોને મતદાન અવશ્ય કરવા શપથ લેવડાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *