રાજકોટમાં બિલ્ડિંગના 10માં માળેથી પટકાતાં યુવકના મોત મામલે નવો વળાંક

રાજકોટ શહેરનાં રામનાથ મંદિર પાસે ભવાનીનગરમાં રહેતો 25 વર્ષીય મહેશ ચાવડા નામનો યુવક ગઈકાલે બપોરે 150 ફુટ રીંગ રોડ પર ઓરીયન્ટ બાંધકામની સાઈટ પર કામ કરતો હતો ત્યારે 10માં માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. આ મામલે બાંધકામ સાઈટના કોન્ટ્રાકટર અને સુપરવાઈઝર સહિતનાં સામે ગુનો નોંધાયો છે.

ભત્રીજાએ ફોન કરીને તાત્કાલિક સાઈટ પર બોલાવ્યા ફરિયાદી રણછોડભાઈ ઓઘડભાઈ ચાવડા (ઉ.વ.65)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. જેમાં નાનો દીકરો મહેશ (ઉ.વ.25) છે. જે છેલ્લા ચાર મહિનાથી ઓરીયન્ટ નામની કંસ્ટ્રક્શન સાઇટમાં લાદી કામ કરે છે. આ કંસ્ટ્રક્શન સાઇટ નવા 150 ફુટ રિંગરોડ ગ્રાન્ડ પેલેસ બિલ્ડીંગની પાછળ શ્રીજી પ્રાઈમની સામે આવેલ છે. ગઈકાલ બપોરના 1 વાગ્યા આસપાસ હુ મારા ઘરે હતો ત્યારે મને મારા ભત્રીજા કાનુભાઈ માવજીભાઇ ચાવડાનો ફોન આવેલ અને મહેશ જ્યાં કામ કરે છે, ત્યાં જલ્દી આવો તેમ જણાવતા હુ અને મારો મોટો દીકરો રાજુ ઓરીયન્ટ કંસ્ટ્રક્શન સાઇટ પર તુરંત પહોંચી ગયા.

​​​​​​​જ્યાં કંસ્ટ્રક્શન સાઈટમા પાર્કીગમાં મારા દીકરા મહેશનો મૃતદેહ પડેલ હતો. એવામાં 108ની ટીમ આવી પહોંચી અને મારા દીકરા મહેશને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યાં મારા સંબંધી વેવાઈ રાજુભાઈ મંગાભાઈ પરમાર પણ હાજર હોય. જેમણે બનાવ બાબતે મને જણાવેલ કે, હું તથા તમારો દીકરો મહેશ સાથે કામ પર આવ્યા ત્યારે અમારા લાદી કામના કોન્ટ્રાકટર અનીલભાઈએ મને સાતમા માળે લાદી કામ આપ્યું અને મહેશને બારમા માળે લાદી કામ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *