રાજકોટમાં બાળલગ્ન અટકાવાયા

રાજકોટમાં જાગૃત નાગરીક દ્વારા 181 માં કોલ કરીને જણાવવામાં આવ્યું કે, રાજકોટના હુડકો ચોકડી પાસે બાળલગ્ન થઈ રહ્યા હોય બાળલગ્ન અટકાવવા માટે 181 મહિલા હેલ્પ લાઈનની મદદની જરૂર છે. જાગૃત નાગરિકના કોલ બાદ 181 અભયમ ટીમના કાઉન્સિલર સુમિતા પરમાર, કોન્સ્ટેબલ કાજલબેન અને પાયલોટ ભગવાનભાઈ લગ્ન સ્થળ પર પહોંચી આજીડેમ પોલીસ સ્ટેશન અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને જાણ કરી હતી. જ્યાં પુખ્ત વયની યુવતી 19 વર્ષના યુવક સાથે ફેરા ફરે તે પહેલા જ બાળ લગ્ન અટકાવી દેવાયા હતા.

દરમિયાન જિલ્લા બાળસુરક્ષા કચેરીનો સ્ટાફ સ્થળ પર પહોંચી બંને પરિવારના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરતા યુવતીની ઉંમર 20 વર્ષ અને યુવકની ઉંમર 19 વર્ષ અને 2 મહિના જ થતી હતી. જેથી બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 મુજબ યુવક અને યુવતી પુખ્ત વયના હોવા જોઈએ તેવી માહિતી આપી હતી. બાળલગ્ન કરવા અને મદદ કરવી તે સામાજિક અને કાયદાકીય અપરાધ છે જેની સજા થઈ શકે. કાયદા મુજબ યુવતીની લગ્નની ઉંમર 18 વર્ષ અને યુવકની લગ્નની ઉંમર 21 વર્ષ હોય તો જ લગ્ન કરી શકાય તેવું બંને પક્ષને સમજાવવામા આવ્યુ હતુ. તેથી આ લગ્ન ન થઈ શકે અને આવા લગ્ન કરવા અને કરાવવા એ કાયદાની વિરુદ્ધ હોવાનું બંને પરિવારને જણાવી કાયદાકીય સમજણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *