શહેેરમાં આરટીઓ પાસેના શિવમનગરમાં વીજ કનેક્શન કાપવાના મામલે હું વકીલ છું. તમે અમારું વીજ કનેકશન કટ નહીં કરી શકો કહી પીજીવીસીએલના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટને ધક્કામુકી કરી ફરજમાં રૂકાવટ કરી તારે મારા ઘરમાં પગ નહી મુકવો કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ચાર શખ્સોએ મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરતા બી-ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ, એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી વકીલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
જસદણના આટકોટ ગામે રહેતા અને પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયંતીભાઇ ગોવિંદભાઇ દાફડાએ શિવમનગરમાં રહેતા રાહુલ દિનેશભાઇ દાફડા,દિનેશભાઇ ભીમજીભાઇ દાફડા અને દિનેશભાઇના બે પુત્રો સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે અન્ય કર્મચારી સાથે વીજ કનેકશન કટ કરવાની કામગીરીમાં હતા ત્યારે શિવમનગરમાં મીરાણી વિશનદાસ વીરૂમલનું બિલ હોય જેને બે માસના પૈસા ભરેલ નહીં હોય અવારનવાર અમારા કર્મચારી રૂબરૂ જઇને બિલની ઉઘરાણી કરવા જતા હોય છતા ભરતા ન હોય અને ત્યા રાહુલ મકવાણા તેના પરિવાર સાથે રહેતા હોય તેમજ અગાઉ લાઇટ બિલના પૈસા ભરવા માટે ઉઘરાણીએ જતા કર્મચારીઓ સાથે ઝઘડાઓ કરતા હોય અને લાઇટ બિલ ભરતા ન હોય તેમજ અગાઉ પણ કેટલીક વાર વીજ કનેકશન કાપેલ હોય હાલમાં લાઇટ બિલ બાકી હોય વિશનદાસના નામનું લાઇટ બિલ વીજ કનેકશન વાપરતા રાહુલભાઇ તેમજ તેના પરિવારે તેનું વીજલાઇન કાપવા જતા અન્ય કર્મચારી સાથે ગયા હતા.