રાજકોટમાં પોક્સોના કેસમાં પીડિતાએ મારી સાથે આવું બન્યું જ નથી એવું કોર્ટ સમક્ષ જણાવતા આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના બનતા પોલીસે ગુનો નોંધી એરોપીની ધરપકડ કરી હતી. જે કેસ ચાલી જતા ભોગબનનારે કોર્ટ સમક્ષ ઉલટ તપાસમાં ‘મારી સાથે આવું બન્યું જ નથી’ તેવું જણાવાયું હતું. જેમાં સુનાવણીના અંતે સેશન્સ કોર્ટે આ કેસના આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.

સગીરા પર દુષ્કર્મની માતાએ ફરિયાદ નોંધાવી હતી ગત તારીખ 24-04-2024ના રોજ ભોગ બનનારની માતા દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મુજબ તેની સગીર વયની પુત્રી પર આરોપીએ ત્રણથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું સહિતની વિગતો જણાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોધી આરોપી ઓમપ્રકાશ બાંભણીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. તેમજ તેની વિરૂદ્ધ પૂરતા પુરાવા મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ચાલવા પર આવતા કેટલાક સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા હતા, ત્યારે આરોપીના વકીલ દ્વારા ભોગબનનારની ઉલટ તપાસમાં તેણીએ પોતાની સાથે આવી ઘટના બની જ ન હોવાનું જણાવાયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *