રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની પડખે પાટીદારો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન મામલે હાલ ક્ષત્રિયો અને પાટીદારો સામસામે આવી ગયા હોય તેવું ચિત્ર સામે આવ્યુ છે. એક તરફ કરણીસેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળા અન્ન ત્યાગ પર છે, તો બીજી તરફ અંબીકા ટાઉનશિપમાં રૂપાલાના સમર્થનમાં 200 જેટલા પોસ્ટર લાગ્યાં છે. દરમિયાન યુથ ક્લબના નેજા હેઠળ 200 જેટલી સોસાયટીના લોકોએ રૂપાલાને જીતાડવા સમર્થન આપ્યું છે, જેમાં સાંજે પાટીદારોની બેઠક મળવાની છે. જોકે, આ તકે લાંબા સમયથી રાજનીતિ મૂકી આપાગીગા ઓટલાના મહંત બનેલા રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી મેદાને આવ્યાં હતાં અને રૂપાલાને માફી આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.

રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં રૂપાલાના સમર્થનમા પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. જે અંગે રાજકોટ યુથ ક્લબના અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, યુથ ક્લબના નેજા હેઠળ અંબિકા ટાઉનશિપમાં 200થી વધુ સોસાયટી અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનની બેઠક મળી હતી. તેમાં આ વિસ્તારના લોકોના વિકાસ માટે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન આપવું તેવું સર્વાનુમતે નક્કી થયું હતું. રાજકોટ યુથક્લબ તમામ સમાજના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં 200થી વધુ પોસ્ટર લાગ્યાં છે. આગામી સમયમાં અહીં 10,000થી વધુ લોકોની સભાનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *