રાજકોટમાં પરિણીતાને દહેજ માટે પતિ સહિત સાસુ-સસરાએ ઝઘડો ને માથાકૂટ કરી

28 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન તા.30.11.2020ના રોજ અમારી જ્ઞાતિના રીત રીવાજ મુજબ રાજકોટના ઘનશ્યામસિંહના દીકરા જયસિંહ સાથે થયેલ હતા અને આ લગ્ન જીવનથી કોઇ સંતાન નથી અને લગ્નબાદ હુ બે વર્ષ મારા પતિ તથા સાસુ સસરા સાથે સંયુકત કુટુબમા રહેલ. લગ્નબાદ મારો ઘરસંસાર 6 મહિના બરાબર ચાલેલ થોડા સમય બાદ મારા સાસુ કિર્તીબા મને કામની બાબતમા મેણાટોણા મારતા તેમજ મને કહેતા કે તમે તમારા માવતરેથી દહેજમા કશુ લાવેલ નથી જેથી હવે તમે તમારા માવતરેથી પૈસા લઇ આવવાના રહેશે.

હું પૈસા લઇને જતી નહી, જેથી મારી સાસુ દહેજમાં પૈસા ન લાવવા બદલ મારી સાથે ઝઘડો કરતા અને મારા પતિને ચઢામણી કરતી, જેથી મારા પતિ મારી સાથે મારકુટ કરતા અને મારા સસરા ઘનશ્યામસિંહ મને કહેતા કે, તુ ઘરમાં કાંઇ કામ નથી કરતી અને તારે મારી પત્ની તથા મારો દીકરો કહે તેમજ કરવાનુ છે. મારા પતિ કાંઇ કામધંધો કરતા નહી અને મારા પતિ તથા સાસુ મને કહેતા કે, તારે નોકરી તો કરવી જ પડશે અને નોકરી ના પૈસા અમને આપી દેવાના.

મારા લગ્નના એક વર્ષ પહેલા મે નોકરી કરવાની ના પાડતા મારા પતિએ મને માર મારેલ અને મારા પતિએ મને કહેલ કે, જો તુ આ નોકરી છોડી દઇશ તો મારા મમ્મી કહે ત્યાં તારે નોકરી કરવા જાવુ પડશે અને દિવાળીનો તહેવાર હોય. જેથી હુ મારા મમ્મીના ઘરે આટો દેવા જવાની હતી ત્યારે મારા સાસુએ મને કહેલ કે, તુ તારા માવતરેથી પૈસા લઇ આવજે. આ બાબતે મે ના પાડતા મારા પતિએ મને મારકુટ કરેલ ત્યારે મારા સાસુ પણ ત્યા હાજર હતા. જેથી, મે મારા સાસુને કહેલ કે, તમે તમારા દીકરાને સમજાવો તો મારા સાસુએ કહેલ કે, મારો દીકરો જે કરે છે એ બધુ બરોબર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *