રાજકોટમાં નવા થોરાળામાં મંગળવારે સમીસાંજે થયેલી જૂથ અથડામણમાં 19 શખ્સ સામે ગુનો નોંધાયો

શહેરમાં લુખ્ખાઓ સામે ચાલતા પોલીસના કોમ્બિંગ વચ્ચે થોરાળામાં નામચીન સહિતની ટોળકીએ જૂના ઝઘડાના મામલે ધોકા, પાઈપ સાથે ધસી આવી સામ-સામે પથ્થરમારો તેમજ સોડા બોટલોના ઘા કરી આતંક મચાવવાના બનાવમાં થોરાળા પોલીસે બન્ને જૂથના નામચીન સહિત 19 આરોપી સામે રાયોટિંગ, હુલ્લડ, મારામારી, એટ્રોસિટી સહિતના ગુના નોંધી 8 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.

ચંદ્રકાંતભાઈ દલાભાઈ ખીમસુરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી શબીર ઉર્ફે બોદુ, કિશન રાણપરિયા, અસરફ ઓડિયા, અબીદ ઓડિયા, અરબાજ રાઉમા,અબ્દુલ અનવરભાઈ દલ, અલી રજાકભાઈ શેખ, શાહિદ ઓડિયા અને અશરફની પુત્રી અને 8થી 10 અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.

સામા પક્ષે નયન દાફડાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી શામજી મકા મકવાણા, તેના બે પુત્ર ચિરાગ, નાગેશ તેમજ દિલો ઉર્ફે દિલીપ પ્રેમજી ચૌહાણ, કેવલ કિશોર સોંદરવા, હરેશ મોહન ખીમસુરિયા અને બે અજાણ્યા શખ્સના નામ આવ્યા હતા. બન્ને પક્ષે 19 સામે ગુનો નોંધી 8 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *