રાજકોટમાં ઢોલ-નગારા સાથે દિવાળીની ઉજવણી

દેશભરમાં આજે દિવાળીનાં તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ આજે લોકોએ ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી. સાથે જ ઢોલ-નગારા અને શરણાઈના તાલે લોકોએ ગરબાની પણ મજા માણી હતી. દિવાળીનાં તહેવારને લઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આખી રાત વહેલી સવાર સુધી શહેરમાં લોકો મિત્રો અને પરિવાર સાથે ફટાકડા ફોડી આજના પર્વની ઉજવણી કરશે.

રાજકોટનાં અમીનમાર્ગ પર રહેતા અનડકટ પરિવારના સભ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરતા નજરે પડ્યા હતા. ભગવાન શ્રી રામના વનવાસ બાદ પરત અયોધ્યા આવ્યે લોકોમાં જે ખુશી હતી એ મુજબ પરિવાર અને મિત્ર વર્તુળો સૌ સાથે મળી આજે ફટાકડા ફોડી ગરબે રમી આજના આ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *