રતનપરમાં સાંગાણીનગરમાં રહેતા અને બેડી યાર્ડમાં કરિયાણાની પેઢી ચલાવતા કામેશ્વરભાઈ રામજીભાઈ જોષી(ઉં.વ.72) રાત્રીના આઠેક વાગ્યા આસપાસ પોતે દુકાન વધાવીને બાઈક લઇ ઘર તરફ જતા હતા ત્યારે મોરબી રોડ ક્રિષ્ના હોટેલની સામે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને અડફેટે લેતા વૃદ્ધ તેની બાઈક સાથે દૂર જઈ ફંગોળાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું. જાગૃત રાહગીરે તાત્કાલિક 108 બોલાવતા તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.
અન્ય સમાચાર રાજકોટ સહિત રાજ્યમાં હાલ નવરાત્રીનો માહોલ છવાયો છે, પરંતુ નવરાત્રી બાદ એટલે કે દશેરાના બીજે જ દિવસે 3 ઓક્ટોબરથી ધો.1થી 12ના રાજકોટના આશરે 5 લાખ વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષા શરુ થશે. ગુજરાત રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આગામી સમયગાળો ખૂબ જ મહત્ત્વનો છે. 3 ઓક્ટોબરથી ધો.1થી 12ના 5 લાખ વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષા શરૂ થશે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1થી 8 અને 9થી 12ની છ માસિક પરીક્ષાઓનો પ્રારંભ 3 ઓક્ટોબર, મંગળવારથી થવા જઈ રહ્યો છે. આ પરીક્ષાઓ એકસાથે રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શાળાઓ દ્વારા આ પરીક્ષા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, કારણ કે, આ પરીક્ષાનું પરિણામ તેમના શૈક્ષણિક પ્રદર્શન માટે અતિ મહત્ત્વનું સાબિત થશે.
આ છ માસિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તરત જ દિવાળીનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વેકેશન વિદ્યાર્થીઓને તહેવારોની ઉજવણી માટે પૂરતો સમય આપશે. આમ, ઓક્ટોબર મહિનાનું પહેલું પખવાડિયું પરીક્ષાની તૈયારીઓ અને તેના આયોજનમાં વ્યસ્ત રહેશે, જ્યારે બીજું પખવાડિયું દિવાળીની રજાઓ અને તહેવારોની ઉજવણી માટે સમર્પિત રહેશે.