રાજકોટમાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ બાળ અદાલતમાં ફોનમાં વાત કરવા મામલે 6 બાળ આરોપીએ જીમના ડંબલથી તોડફોડ કર્યા બાદ ધોકા-પાઈપથી એસઆરપી જવાન પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં પાળ રોડ પર સંસ્કાર સોસાયટીમાં રહેતાં સાગરભાઈ દિલીપભાઈ શુકલા (ઉ.વ.34) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ પ્લેસ ઓફ શેફ્ટી કે જે ભક્તિનગર સ્ટેશન રોડ મેઈન રોડ પર આવેલં છે. ત્યાં 5 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઈઝ પર કાઉન્સેલર તરીકે નોકરી કરે છે. ઉપરાંત વધારાના ચાર્જ તરીકે 6 મહીનાથી ઓફિસર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે જાહેર રજા હોય જેથી રાત્રિના 9 વાગ્યાની આસપાસ તેઓને સરકારી ગાર્ડ તરીકે ફરજ નીભાવતા રમણીકભાઈ લીંડીયાનો ફોન આવ્યો અને જણાવ્યું કે, સગીર બાળકો SRP જવાન સાથે ઝઘડો કરી તેને મારે છે. તેવું જણાવતા તેઓ તુરંત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ શેફ્ટી પર આવી ગયા અને ગેઈટની અંદર પ્રવેશ કરતા જોયું તો ત્યાં સામાન વેર વીખેર જોવા મળેલ હતો.