રાજકોટમાં મંગળવારે એસ.જી.એસ.ટી.ની ટીમે માહી માર્કેટિંગને ત્યાં દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. બુધવારે મોડી રાત્રે સ્થળ પરની તપાસ પૂરી થઈ છે અને ટેક્સચોરીનો રિપોર્ટ અમદવાદ વડી કચેરીને મોકલવામાં આવ્યો છે. બે દિવસ સુધી ચાલેલી તપાસના અંતે સ્થળ પરથી બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે. જે કબજે લેવામાં આવ્યું છે. આ ઉપરાંત માહી માર્કેટિંગ મારફતે શેરબજારમાં કોને- કોને રોકાણ કર્યું હતું તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
રોકાણકારોની આવક કેટલી છે, તેને આવક મુજબ ટેક્સ ભર્યો છે કે નહિ તેની વિગતો મેળવાઈ રહી છે. જો રોકાણકારોએ ટેક્સ નહિ ભર્યો હોય તો તેની પાસથી પણ પેનલ્ટીની વસૂલાત કરવામાં આવશે. તેમ અધિકારીઓએ જણાવ્યું છે.વધુમાં જાણવા મળતી વિગત મુજબ જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તે પેઢી નિયમ મુજબ ભરવાપાત્ર થતો ટેક્સ નહોતો ભરતા હોવાની બાતમી મળી હતી. શેરબજારની આ પેઢી દ્વારા રાજકોટમાં ડોક્ટર, ઉદ્યોગપતિ, બિલ્ડરો વગેરેના રોકાણો થયા હોવાનું સામે આવ્યું છે.જે રોકાણકારોના નામ બહાર આવ્યા છે તેમને ટેક્સ ભર્યો છે કે નહિ તેની વિગતો મેળવાઇ રહી છે.