રાજકોટમાં જાહેરમાં બાંધકામ વેસ્ટનો નિકાલ કરનાર ટ્રેકટર ચાલક દંડાયો

રાજકોટ શહેરમાં અનેક સ્થળે બાંધકામો કરાઈ રહ્યા છે. જેને લઈને દરરોજ ટનબંધ બાંધકામ તેમજ કન્સ્ટ્રક્શન વેસ્ટ નીકળતો હોય છે. આવા વેસ્ટનો આડેધડ નિકાલ કરવા સામે હવે મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તાજેતરમાં 5000-7500 દંડ અલગ-અલગ બે કિસ્સાઓમાં વસુલાયો હતો, ત્યારે આજે રેલનગર નજીક આર. કે. પાર્ક પાસેથી જાહેરમાં બાંધકામ વેસ્ટનો નિકાલ કરનાર ટ્રેક્ટર ચાલક પાસેથી 7,500 વસુલ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પ્લાન રદ કરવા સુધી પગલાં લેવા મ્યુ. કમિશનર દ્વારા આદેશો આપી દેવામાં આવ્યા છે.

કચરો ફેંકનાર ટ્રેક્ટર માલિક દંડાયો
મળતી માહિતી અનુસાર રાજકોટના રેલનગર વિસ્તારનાં કુંજ રોડ પાસે આર.કે પાર્ક આગળ આવેલા વિસ્તારમાં જાહેરમાં સી & ડી (કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ) વેસ્ટ જાહેરમાં નિકાલ થતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે મનપાનાં સોલિડ વેસ્ટ વિભાગનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને જાહેરમાં સી. & ડી. વેસ્ટ નાખવા બદલ ટ્રેક્ટર માલિક શૈલેષ પાસેથી કુલ 7,500 દંડ વસુલવામાં આવ્યો હતો. જેની પહોંચ પણ તેઓને આપવામાં આવી હતી. મકાનનું કામ ચાલુ હોવાનો વેસ્ટ હોવાની ખરાઈ કરી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *