રાજકોટમાં છરીની અણીએ ત્રણ ત્રણ લૂંટમાં બે શકમંદ સકંજામાં

શહેરમાં મંગળવારે વહેલી સવારે છરીની અણીએ માત્ર અડધી કલાકમાં ત્રણ-ત્રણ લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંકનાર ટ્રિપલ બાઇકસવાર શખ્સને પકડવા પોલીસ એક્શનમાં આવી બે શખ્સને પકડી લઇ વિશેષ કાર્યવાહી કરી હતી જ્યારે વધુ એક શખ્સને પકડી લેવા મથામણ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ન્યૂ માયાણીનગરમાં રહેતા અને ઓટા સ્પેર પાર્ટસનો વેપાર કરતા કાનજીભાઇ ઠુમ્મરને હળવદ જવાનું હોય તેનું બાઇક લઇને મંગળવારે સવારે બસપોર્ટ જવા માટે નીકળ્યા હતા ત્યારે આનંદ બંગલા ચોક પાસે બાઇકમાં ધસી આવેલા શખ્સોએ કેટલા વાગ્યા કહી રસ્તામાં આંતરી છરી બતાવી રૂ.10 હજાર રોકડની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જ્યારે ત્યાર બાદ યાજ્ઞિક રોડ નજીક ડો.હોમી દસ્તુર માર્ગ પર આંતરી વાગુદડમાં ખેત મજૂરીકામ કરતા અને મૂળ મહીસાગરના માનસીંગભાઇ ધોડને છરી વડે છરકા કરી રૂ.15 હજારની રોકડ અને સોનાની કડી ભરેલ પાકીટની લૂંટ ચલાવી નાસી ગયા બાદ ઉદયનગરમાં રહેતા રિક્ષાચાલક કેતનભાઇ ગોહેલને નાનામવા રોડ પર આંતરી તેના ગળે છરી રાખી રૂ.3 હજારની રોકડ ભરેલ પર્સની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ પરથી માલવિયાનગર, એ-ડિવિઝન, તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *