રાજકોટમાં ચા પીવા ઊભેલા યુવક પર કલરકામના કારીગરનો પાવડાથી હુમલો

રૈયાધારમાં મુક્તિધામ નજીક રહેતાં દેવાંગ સુરેશભાઇ સોલંકી(ઉ.વ.30) નામના યુવાન પર સાંજે રૈયા ચોકડીએ વચ્છરાજ હોટેલે ચા પીવા ઊભો હતો ત્યારે કલરકામના કારીગર કાશીએ ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં દાખલ થયો હતો. તે કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.

થોડા દિવસ પહેલાં રેસકોર્સ પાસે એક સાઇટ પર કડિયાકામ માટે ગયો હતો ત્યારે ત્યાં કાશી ભૈયા કલરકામ માટે આવ્યો હતો. તે વખતે બંને વચ્ચે ગાળાગાળી બોલાચાલી થઇ હતી. દરમિયાન પોતે સાંજે રૈયા ચોકડીએ ચા પીવા ઊભો હતો ત્યારે કાશીને ગાળો બોલવાની ના કહેતા હુમલો કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *