રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં છરીબાજી

નવરાત્રિના આઠમા દિવસે રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં VIP સીટિંગ પર બેઠેલા એક શખસને અન્ય VVIP આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેતાં ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હતી. જેમાં તેને કાર્યકર્તાઓ બહાર લઈ જતાં ત્યાં તે શખસે છરી કાઢી હતી અને મારામારી થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોને છાતી, કાન અને હાથ સહિતાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચતા પોલીસે તેને સારવારમાં ખસેડ્યો છે.ઘટનાની જાણ થતાં મોડીરાતે DCP ઝોન 2 રાકેશ દેસાઈ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.

બીજા સોફા પર બેસવા જવાનું કહેતા બોલાચાલી થઈ હતીઃ ACP આ મામલે એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, ખોડલધામ રાસ-ગરબાનું આયોજન કર્યું ત્યાં પલસાણા ચોક રિંગ રોડ નજીક મારામારીનો બનાવ બન્યો હતો. એક કપલ પાસ લઈને બેઠું હતું તે સમયે કોઈ VVIP ગેસ્ટ આવવાના હોવાથી તેઓને વિનંતી પૂર્વક જાણ કરી કે તમે થોડા બીજા સોફા પર બેસવા જતાં રહો. આ બાબતે થોડી બોલાચાલી થઈ અને મારામારી થઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિ મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠીયા અને અશોક ફળદુને ઈજા પહોંચી અને તેઓ હાલ સારવારમાં છે, ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે.

વધુમાં જણાવ્યું કે, હુમલો કરનાર મહેકગિરી જગદીશગિરી ગોસ્વામી છે અને તે લાઈટ હાઉસ અટલ સરોવર નજીક રહે છે. તેને પણ થોડી ઈજા પહોંચી છે માટે સારવાર હેઠળ છે, તેમ છતાં તેને પોલીસ હસ્તગત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *