રાજકોટમાં ખેડૂતોને 1143 કરોડ ચૂકવાયા

રાજકોટ જિલ્લા સહિત રાજયના નિયત કરાયેલા કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે. આ માટે 160થી વધુ કેન્દ્રો ધમધમી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 33 જેટલા સેન્ટરો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. મગફળી ખરીદી માટે જિલ્લાના 1.74 લાખ પૈકીના 82 હજાર ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 19.20 લાખ કિવન્ટર મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત 729 કરોડ થવા જાય છે.અત્યાર સુધીમાં મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અને પાક નુકશાનીના વળતર પેટે ખેડૂતોને કુલ રૂ.1143 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

1.38 લાખ ખેડૂતોને 400 કરોડની સહાય અપાઈ રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, પાક નુકશાનીનું વળતર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં 2,41,466 અરજીઓ આવેલી હતી જેમાંથી 2,26,510 અરજીઓ મંજુર કરવામાં આવેલી છે અને તેમાંથી 1,38,493 ખેડૂતોને રૂ.400 કરોડની સહાય આપવામાં આવેલી છે.

એક મણ મગફળીના રૂ.1356 રૂપિયા રાજ્ય સરકાર ટેકાનો ભાવ એક મણ મગફળીના રૂ.1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ રૂ.1100 થી રૂ.1200 મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવી રહ્યા છે.

12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ.7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *