રાજકોટમાં કેરટેકર મહિલાએ મકાન માલિક વૃદ્ધાના ઘરમાંથી 11 લાખની ચોરી કરી

રાજકોટ શહેરમાં કેરટેકર મહિલાએ મકાન માલિક વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં કેરટેકર તરીકે કામ કરતી ન્યારા ગામની મહિલાએ ત્રણ માસમાં અલગ અલગ સમયે 83 ગ્રામ સોનું અને રોકડ સેરવી લઈ પોતાના ઘર ભેગું કર્યું હતું. જે અંગે પુત્રએ તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ પછી મહિલાની પૂછપરછ કરતા પોતે ચોરી કર્યાની કબૂલાત આપતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધો વધુ તપાસ હાથ ધરી છે.

કેરટેકર મહિલાએ 11 લાખની ચોરી કર્યાની ફરિયાદ નોંધી રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર પ્રધુમન ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં રહેતાં ધીરેનભાઈ હીરાલાલ વાધર (ઉ.વ.54)એ માલવીયાનગર પોલીસમાં ન્યારા ગામમાં રહેતી ભાવના રમેશ ભૂત નામની મહિલા સામે પોતાના રહેણાંક મકાનમાંથી કટકે કટકે રોકડ અને સોનું મળી રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમની માતા હર્ષાબેન હીરાલાલ વાઘર (ઉ.વ.83) માલવીયાનગર મેઇન રોડ પંચશીલ સ્કૂલ પાસે એકલા રહે છે. તેઓના પિતાનું વર્ષ 2022માં અવસાન થયું છે અને માતા એકલા રહેતા હોવાથી તેની સારસંભાળ માટે રાજકોટની ગીતાંજલી હોમ હેલ્થકેર નામની એજન્સી મારફતે ભાવના ભૂતને ઓગસ્ટ મહિનાથી કેરટેકર તરીકે રાખ્યા હતા. જે માતાની સતત રાત-દીવસ સેવા ચાકરી કરતી હતી. જેના ભાવનાબેનને રોજના રૂ.1400 ચૂકવતા હતા.

ઘરનું કબાટ ચેક કરતા તેમાં કંઈ મળ્યું નહોતું ગત તા. 31 ઓક્ટોબરના રોજ માતાએ જણાવ્યું હતું કે, મારે કેરટેકરની જરૂર નથી જેથી એજન્સીને જાણ કરી છુટા કરી દીધા હતા અને તા. 2 નવેમ્બરના રોજ બપોરના આશરે બે વાગ્યે માતાના ઘરે મિત્ર સાથે ગયા હતા. ઘરે માતાના ખબર-અંતર પૂછ્યા બાદ માતાએ કહ્યું કે, હું એકલી રહેતી હતી કબાટમાં કિંમતી વસ્તુ છે, ઘણા સમયથી મેં જોયુ નથી તો તમે ચેક કરી લો અને આ બધી વસ્તુ બેંકના લોકરમાં મુકી આવો. જેથી રૂમમાં કબાટ હોય તે ખોલી અંદર જોતા માતાને કહ્યું કે, કબાટમાં તો કાઇ છે જ નહીં. જેથી માતાએ જણાવ્યું કે, મેં બધી વસ્તુ કબાટની અંદર રાખી હતી. આમ છતાં ઘરમાં અલગ-અલગ જગ્યાએ તપાસ કરી પણ કયાય જોવા મળી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *