રાજકોટ શહેર SOG બ્રાન્ચના PSI આર.જે.કામળિયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.30ના તેઓ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ચન્દ્રપાર્ક મેઈન રોડ બીગ બઝાર પાછળ બ્રહ્મ કુંજ સોસાયટી શેરી નં-2ના ખૂણે ગીરીરાજ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8માં નીરવ ધીરૂ વરૂ આર.ટી.ઓ. માન્ય હોય તે રીતની તેને મળતી ડુપ્લિકેટ નંબર પ્લેટ ગ્રાહકોને બનાવી આપે છે એવી ચોક્કસ બાતમીના આધારે દુકાનમાં દરોડો પાડી કાઉન્ટર ટેબલ પર ત્યા ખુરશી પર બેસેલ શખ્સની અટક કરી તેનું નામ પૂછતા પોતે નીરવ ધીરૂ વરૂ હોવાનું અને પોતે ગ્રાફિક ડીઝાઇનરનું કામ કરે છે એવું જણાવ્યું હતું.
બાદમાં તેની દુકાનમા તપાસ કરતાં અલગ-અલગ કલરની પ્રીન્ટેડ નંબર પ્લેટના ફોટા લગાડેલ અને તે બેસેલ તે ટેબલ ઉપર જોતા અલગ-અલગ પુઠાના બોકસમા આર.ટી.ઓ.ને લગતા અલગ-અલગ નંબરની ગુજરાત પાસીંગની નંબર પ્લેટો જોવામા આવેલ જે રાખવા બાબતે કે બનાવવા બાબતે આધાર પુરાવા માંગતા કોઈ આધાર નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી, કુલ 151 નંબર પ્લેટ કબ્જે લઈ તેને નોટીસ આપવામાં આવી હતી. બાદમાં તે નંબર પ્લેટો જરૂરી તપાસ અર્થે રાજકોટ આર.ટી.ઓ.માં મોકલવામા આવેલ જે અંગે આરટીઓ અધિકારીએ તમામ 151 નંબર પ્લેટ આર.ટી.ઓ. માન્ય નહી હોવાનુ જણાવતાં દુકાનદાર નીરવ સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.