રાજકોટમાં કારમાં 9 નંબર માટે 1 કરોડની બોલી

રાજકોટ RTOમાં પસંદગીના નંબરો મેળવવા માટે કરોડો રૂપિયાની બોલી લાગી છે. શહેરમાં કારમાં નવડી માટે યુવાને 1 કરોડની બોલી લગાવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પસંદગીના અલગ-અલગ 10 નંબરો માટે 1.34 કરોડની બોલી લાગી છે. રાજકોટની RTO કચેરીમાં આજે ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં બોલી લાગી હોવાનું સામે આવ્યુ છે. કારમાં GJ-03-NK-0009 નંબર માટે કથીરી ખાલિદબિન મેસનભાઈએ 1.01 કરોડની બોલી લાગી છે. જે ગુજરાતમાં સૌથી વઘુ બોલી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, પસંદગીના નંબરોમાં GJ-03-NK-0001માટે 11.52 લાખ, GJ-03-NK-0007 માટે 8.10 લાખ, GJ-03-NK-1111 માટે 5.23 લાખ, GJ-03-NK-0111 માટે 2.21 લાખ, GJ-03-NK-0777 માટે 1.51 લાખ, GJ-03-NK-0222 માટે 1.27 લાખ, GJ-03-NK-9999 માટે 1.18 લાખ, GJ-03-NK-0303 માટે 1.16 લાખ અને GJ-03-NK-0008 માટે 1.07 લાખની બોલી લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *