રાજકોટમાં કલેકટરનું બુલડોઝર ફર્યું

રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર સંબંધિત મામલતદારો દ્વારા ધડાધડ હટાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા કોઠારીયા રોડ ઉપરની અને પૂર્વ મામલતદાર દ્વારા રેલનગર, સરવૈયા ચોકમાંથી લાખો રૂપિયાની સરકારી જમીનો ઉપરથી દબાણો હટાવી દેવામાં આવેલ હતા અને આ દબાણ હટાવ ઝુંબેશ હજુ પણ શહેર અને જિલ્લામાં યથાવત છે. ત્યારે આજરોજ સવારે પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને તેની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રૈયાધાર વિસ્તારની અતિ કિંમતી રૂ. 45 કરોડની કિંમતની 5000 ચો.મી. સરકારી જમીન ઉપર ખડકાય ગયેલા કોમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતા.

પશ્ચિમ મામલતદાર અને તેની ટીમે રાજકોટ જિલ્લા કલેકટરનાં આદેશ મુજબ આ દબાણો આજરોજ હટાવી લીધા હતા. આ અંગેની મામલતદાર કચેરીનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રૈયા સર્વે નં. 156 પૈકીમાં શ્રીજી પાર્ક, કામેશ્વર હોલની સામે આવેલી અને યુ.એલ.સી. ફાજલ એવી 5000 ચો.મી. જમીન કે, જેની વર્તમાન બજાર કિંમત રૂ.45 કરોડ જેટલી થાય છે. તેનાં ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બંધાયેલા કોમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *