રાજકોટ મહાનગર પાલિકાની ટેકસ બ્રાન્ચે આજે શહેરના યુનિવર્સિટી રોડ ઉપર શક્તિનગર વિસ્તારમાં આવેલા શગુન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. 101નો બાકી વેરો વસૂલવા નળ જોડાણ કપાત કરતા બાકીદારે તાત્કાલિક અસરથી રૂ. 90,573નો પૂરેપૂરી બાકી રકમનો વેરો ચુકતે કર્યો હતો. જ્યારે શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં બાકીદારોની 10 પ્રોપર્ટી સીલ કરી ત્રણ કલાકમાં રૂ. 30 લાખની વસૂલાત કરી હતી.
રાજકોટ મહાનગર પાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારીઓ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 3માં જામનગર રોડ ઉપર ગાંધી સોસાયટી સામે માધાપર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક યુનિટને સીલ, જામનગર રોડ ઉપર ગાંધી સોસાયટી સામે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં માધાપર સર્વે નં.35-36 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ. 10.80 લાખ, વોર્ડ નં.4માં મોરબી રોડ પર ઉત્સવ પાર્કમાં મોમાઈ ડેરી સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ. 1 લાખ, વોર્ડ નં.5માં વેકરીયા રોડ રણછોડનગર સોસાયટીમાં શેરી નં-15/2 કોર્નર ફ્લેટ નં-101 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ. 41,232, મણીનગર કુવાડવા રોડ જકાતનાકાની બાજુમાં 1 યુનિટને સીલ, વોર્ડ નંબર 10માં સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડની બાજુમાં નાના મવા શેરી નં-64 આસોપાલવ ઘર નં-91ને નળ-કનેક્શન કપાત કરતા રિકવરી રૂ. 87,300, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડની બાજુમાં નાના મવા શેરી નં.64 આસોપાલવ ઘર નં.92 ને નળ કનેકશન કપાત કરતા રિકવરી રૂ.83,000, યુનિવર્સીટી રોડ ઉપર શક્તિ નગરમાં શગુન એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ફ્લોર ફ્લેટ નં.101નું નળ કનેકશન કપાત કરાયું છે.