વિમલનગર પાસે આવેલી આવાસ યોજનામાં વેપારી પર હુમલાની ઘટના બની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુનિતાબેન જિતેન્દ્રભાઇ કક્કડએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના બિલ્ડિંગમાં રહેતા કિરણબેન, રજિયાબેન, મયૂરસિંહ, મહેન્દ્રસિંહ અને અજાણ્યા સહિત 9 શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ જિતેન્દ્રભાઇ ભાગીદારીમાં ઇમિટેશનનો ધંધો કરતા હોવાનું અને તા.8ના રોજ પતિ અને પુત્રી સાથે ફિલ્મ જોવા ગયા હતા બાદમાં રાત્રે ઘેર આવતા લિફ્ટમાંથી મયૂરસિંહની પુત્રી બહાર નીકળી તેની પુત્રીને ધક્કો મારતા તેને જોઇને ચાલવાનું કહી ઝઘડો કર્યો હતો અને જતી રહી હતી.
બાદમાં ઘેર ગયા હતા અને પતિ બહાર નાસ્તો લેવા ગયા હોય રાત્રીના કિરણબેન અને રજિયાબેન સહિતના ઘેર આવી મારામારી કરી હતી. દરમિયાન અન્ય લોકોએ આવી મકાનમાં તોડફોડ કરી હતી જેથી તેને તેના પતિને વાત કરતા તે તેમજ તેના ભાગીદાર આમીરભાઇ શોકતઅલી હુદાણી અને વિશાલભાઇ ભરતભાઇ ભૂવા સહિતે ઘેર આવી સમાધાનની વાત કરતા હોય અન્ય લોકો આવી દરવાજામાં ધક્કા મારી અંદર આવી છરી વડે હુમલો કરતા આમીરભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો.