મે મહિનાની શરૂઆત સાથે બીજા સપ્તાહથી PGVCL દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 2 ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 43 ટિમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયો ગ્રાફર, 18 નિવૃત આર્મીમેન, 14 SRPનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મે મહિનાની શરૂઆત થતા આજે બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી શહેરના માધાપર અને પ્રદ્યુમનનગર સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી અલગ અલગ 43 ટીમો દ્વારા પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર, શક્તિનગર, મનહરપુરા, નહેરુનગર અને છોટુનગર સહિત 15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.