રાજકોટમાં આઇસ્ક્રીમ-ઠંડા પીણાના 3 નમૂના ફેઈલ

રાજકોટ શહેરના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના નગરજનોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વેપારી પેઢીઓમાં સતત ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ વેપારી પેઢીમાંથી લેવાયેલ આઇસક્રીમ અને ઠંડાપીણાના 3 નમૂના લેબ ચકાસણીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થતા આ ત્રણેય વેપારી પેઢીને રૂ. 95 હજારનો દંડ અધિક કલેકટર આલોક ગૌતમ દ્વારા ફટકારવામાં આવેલો છે. જેમાં નાનામવા રોડ પરનું ક્રીમઝોન આઇસક્રીમ, ખોડિયાર વિજય ડેરી ફાર્મ અને આબાદ ગૃહ ઉદ્યોગ ઝપેટમાં આવી ગયુ છે.

આઇસ્ક્રીમ-ઠંડા પીણાના 3 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા આ અંગેની મળતી વિગતો મુજબ, ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના નાનામવા ખાતે આવેલા ક્રીમઝોનમાંથી આઇસક્રીમના નમુના લેવામાં આવેલ હતા. આ ઉપરાંત ખોડિયાર વિજય ડેરી ફાર્મમાંથી પણ આઇસક્રીમના નમુના તેમજ આબાદ ગૃહ ઉદ્યોગમાંથી ઠંડાપીણાના નમુના લેવામાં આવ્યા હતા.આ ત્રણેય નમુના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેબ ચકાસણીમાં મોકલવામાં આવેલ હતા. જેમાં ભેળસેળ ખુલતા અને આ ત્રણેય નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા.

જેથી આ ત્રણેય પેઢીના કેસ અધિક કલેકટર આલોક ગૌતમ સમક્ષ ચાલી ગયા હતા. જેમાં નાનામવાના ક્રિમઝોનને રૂ.60 હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. તેની સાથોસાથ ખોડીયાર વિજય ડેરી ફાર્મને રૂ.20 હજાર અને આબાદ ગૃહ ઉદ્યોગને રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવેલો છે. આમ કુલ 95 હજારનો દંડ ત્રણેય વેપારી પેઢીને અધિક કલેકટર દ્વારા ફટકારવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *