રાજકોટમાં અસહ્ય બફારા બાદ સાંજે દોઢ ઈંચ વરસાદ વરસ્યો

જુલાઈ માસનું બીજું સપ્તાહ શરૂ થઈ ગયું છતાં રાજકોટ શહેર ચોમાસાની હેલી માટે તરસી રહ્યું છે. આખું સપ્તાહ કોરું રહ્યા બાદ આખરે મંગળવારે સાંજે દોઢ ઈંચ વરસાદ પડતા શહેરીજનોએ રાહત અનુભવી હતી. સોમવારે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી ગયું હતું.

ચોમાસામાં આ તાપમાન અને વાદળછાયા વાતાવરણને કારણે બફારાનો ઉકળાટ શહેરીજનો માંડ સહન કરી શક્યા હતા. રાતના સમયે વીજળીના કડાકા થયા પણ વરસાદ મન મૂકીને વરસ્યો નહીં. મંગળવારે સવારથી જ ભારે ઉકળાટ રહ્યો હતો પણ સાંજે 7 વાગ્યે મેઘાવી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને માત્ર એક જ કલાકમાં એક ઈંચ પડી ગયો હતો. ત્યારબાદ ધીમી ધારે 9.30 વાગ્યા સુધીમાં બીજા અડધા ઈંચ સાથે દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહે હળવોથી મધ્યમ વરસાદ પડતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *