રાજકોટ PGVCLની ટીમે આજે સતત ત્રીજા દિવસે વિજ દરોડા પાડ્યા હતા અને 3 દિવસમા રૂ.67.98 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. પ્રથમ દિવસે PGVCLના 3 સબ ડિવિઝનમાં, બીજા દિવસે 2 સબ ડિવિઝનમાં ચેકિંગ કર્યું હતું તો આજે રૈયારોડ અને માધાપર સબ ડિવિઝનમાં PGVCLની ટીમ ત્રાટકી હતી અને 50 ટીમોએ 1,063 વીજ મીટર ચેક કર્યા હતા. જેમાંથી 99 વીજ મીટરમાં ઝડપાઈ ગઈ હતી અને તેથી આજે એક જ દિવસમાં 26.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
PGVCLની 50 ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ના રાજકોટ સીટી ડિવિઝન-2માં આવતાં રૈયા રોડ અને માધાપર સબ ડિવિઝનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે એક જ દિવસમાં અહીંના અલગ અલગ વિસ્તારોમાં આવેલા 1063 વીજ મીટર તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 99 મીટરમાં વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પીજીવીસીએલ દ્વારા છેલ્લા ત્રણ દિવસનો સર્વાધિક રૂ. 26.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.