પ્રજાસતક પર્વના એક દિવસ પૂર્વે રાજકોટ ગ્રામ્ય SOGએ બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડ્યા છે. રાજકોટ ગ્રામ્ય SOG ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન રંગપર ગામના પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં રહેતા બે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ બન્ને શખ્સોની પુછપરછ કરી ક્યાં કારણોસર કેવી રીતે ક્યાં ઈરાદાથી અહીં આવ્યા છે તે અંગે પુછપરછ હાથ ધરી તેના પર નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને બાંગ્લાદેશી શખ્સો કોઈ પણ પ્રકારના આધારપુરાવા વગર ભારતમાં ગુજરાતની અંદર ઘુસી રાજકોટ જિલ્લામાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રંગપર ગામના પાટીયા પાસે સોસાયટીમાં રહેતા હતા રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આગામી તારીખ 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવાર પૂર્વે આમ નાગરીકો નિર્ભયપણે તહેવારની ઉજવણી કરી શકે તેના માટે રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરીથી રહેતાં અન્ય દેશોના નાગરીકો બાબતે તપાસ કરવા સૂચના આપવામાં આવતા રાજકોટ રૂરલ એસઓજી ટિમ સાથે પેટ્રોલીગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે રંગપર ગામના પાટીયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નંબર 3માં તપાસ કરતા 2 બાંગ્લાદેશી શખ્સો મળી આવ્યા હતા જેની અટકાયત કરી પોલીસે પુછપરછ હાથ ધરી હતી.
પોલીસે બન્ને શખ્સોની પુછપરછ કરતા તેનું નામ સોહિલહુસેન યાકુબઅલી (ઉ.વ.30) મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ) અને રીપોનહુસેન અમીરૂલ ઇસ્લામ (ઉ.વ.28) મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ) હોવાનું જણાવ્યું હતું. તેઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરિક તરીકેનો આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીયાં આવેલ હોવાનું જણાવતાં નજર કેદ કરવામાં આવેલ છે.