રાજકોટમાંથી પ્રથમ વખત હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર, IPL મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે આરોપી ધ્રુવ સંજયભાઈ જોશીની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન વધુ મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો જેને જામીન પર છૂટવા અરજી કરતા કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. રાજકોટના જે.કે.ચોક નજીક પુષ્કરધામ મૈન રોડ ઉપર આવેલ કેવલો પોતે મેગી નામની દુકાન પાસેથી આરોપીને પકડી પોલીસે પ્રથમ 69.380 ગ્રામ હાઈબ્રીડ ગાંજો અને ત્યાર બાદ રિમાન્ડ દરમિયાન વધુ 296 ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો હતો

જેના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવતા આરોપીએ પોતાના વકીલ મારફત કોર્ટ સમક્ષ જામીન મુક્ત થવા માટે જામીન અરજી કરી હતી જેમા બંને પક્ષની દલીલના અંતે આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કામે આરોપી વતી એડવોકેટ નિલ શુક્લા, ધુવીન છાયા, સંદીપ ખેમાણી, કપીલ શાકરીયા, નિરમીત ગોસ્વામી, અનિરૂધ્ધ ઘાણેચા અને વિશાલ સોલંકી રોકાયા હતા.

સામસામે બાઇક અથડાતા ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત વિરેન્દ્રભાઈ કકડ (ઉ.વ.36) ગત તારીખ 28 માર્ચે સવારે 11 વાગ્યે પોતાના સ્કૂટર ઉપર તેમના ભાઈ અનિલભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે પેલેસ રોડ ઉપર ટી પોઇન્ટ સ્વામિનારાયણ મંદિર સામે પૂર ઝડપે આવેલા એક બાઈકએ ટક્કર મારી હતી જેમાં વિરેન્દ્રભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમણે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.

મૃતક વિરેન્દ્રભાઈના ભાઈ અનિલભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, બનાવ વખતે તેઓ સ્કૂટરની પાછળ બેઠા હતા અને વિરેન્દ્રભાઈ સ્કૂટર ચલાવતા હતા. અકસ્માત પછી વિરેન્દ્રભાઈની તબિયત સારી હતી. તેઓ ઘરે ગયા બાદ તબિયત બગડી હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરેન્દ્રભાઈ બે ભાઈ અને એક બહેનમાં મોટા અને અપરણિત હતા પોતે સ્કૂટરમાં ખાખરા લઈ જુદા જુદા વિસ્તારમાં વેચવા જતા હતા. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *