રાજકોટમાંથી ચોરી થયેલી ચાંદી મહેસાણામાંથી ઝડપાઈ

રાજકોટમાંથી ચાર દિવસ પહેલા થયેલી 125 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણાથી એક શખસને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો છે. ચોરીનો અન્ય માલ અન્ય આરોપી પાસે હોય ક્રાઈમ બ્રાંચની એક ટીમે સુરત-વડોદરા તરફ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાજકોટના સોના-ચાંદીના વેપારી અતુલ પટેલે પોતાના મિત્ર બીપીનભાઈના ઘરમાં સવાસો કિલો ચાંદી સુરક્ષિત રાખી હતી. આ ઘર રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલું છે. જોકે તસ્કરોને ચાંદી હોવાની માહિતી મળતાં તેમણે બીપીનભાઈના ઘરમાં ઘુસી સવાસો કિલો ચાંદીની ચોરી કરી હતી. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું મહેસાણામાં ઓપરેશન આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરેલી ચાંદીનો જથ્થો મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી હતી અને 40 કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

ચોરીમાં ગયેલો અન્ય માલ નાસતા ફરતા આરોપી પાસે હોવાની શક્યતા પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે. જેને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ચોરીના કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.પોલીસે પ્રદીપ અને કમલેશ ને ઝડપી લીધા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *