શહેરને ઉડતા પંજાબ થતાં અટકાવવા પોલીસ મેદાને પડી છે અને કેબિન પાર્લર, કાફે અને પાનના ગલ્લાઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. એસઓજીની અલગ અલગ ચાર ટીમો દ્વારા શહેરના અલગ અલગ 16 સ્થળોએ ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરના યુવાધનને ડ્રગ્સ સહીતની નશાની બદ્દીથી દૂર રાખવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, ન્યારી ડેમ સહિતના સ્થળે અલગ અલગ ટીમો બનાવી પાનના ગલ્લા, કેબિન પાર્લર, કાફે સહિતના સ્થળે ચેકીંગ શરૂ કર્યું હતું. એસઓજી દ્વારા અહીં નશાકારક પદાર્થ જેવા કે ઈ-સિગરેટ(વેપ), હૂકા તેમજ અન્ય નશા માટે ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓના વેચાણ અંગે કડક ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે, પોલીસના ચેકીંગમાં કોઈ પણ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યું ન હતું. ઉપરાંત અલગ અલગ કેબિન પાર્લર અને કાફેમાં દોડી જઈ યુવાનોના બેગથી માંડી તમામ ચીજ વસ્તુઓ ચેક કરવામાં આવી હતી તેમજ નશાની બદ્દીથી દૂર રહેવા સમજણ પુરી પાડવામાં આવી હતી.
PGVCL ના જુ. ઈજનેર – સાથી કર્મચારી પર હૂમલા કેસમાં 3 વર્ષ બાદ 6 માસની કેદની સજા પડી
પીજીવીસીએલના જુનીયર ઈજનેર અને તેના સાથી કર્મચારી ઉપર હુમલો કરવાના તથા ફરજ રૂકાવટના ગુનામાં કોર્ટે ઉમરાળીના ઘનશ્યામભાઈ લાભુભાઈ જલુને છ માસની કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.ઈજા પામનારને રૂ.10- 10 હજારનું વળતર ચુકવવા પણ અદાલતે હુકમ કર્યો છે. આ કેસની હકીકત એવી છે કે સરધાર સબ ડીવીઝનમાં ફરજ બજાવતા જુનીયર ઈજનેર ગોરવ વિરસંગભાઈ સોલંકી અને તેના સાથી કર્મચારી અમરશીભાઈ રામજીભાઈ ગોહીલ ઉપર ઉમરાળીના ઘનશ્યામભાઈએ હુમલો કર્યો હતો અને ફરજમાં રૂકાવેટ કરેલ હતો.તા.26/4/2022ના રોજ હોડથલી ગામમાં માતાજીનો માંડવો હોય જેથી સરપંચે લખેલી અરજી તથા ઉપરી અધિકારી કલોલાએ આપેલ સુચનાને અનુસંધાને ઉમરાળી ગામનો 3 ફેઝ પાવર ચેન્જ કરતા આરોપીએ એવું કહ્યું કે અમારો પાવર બંધ કેમ કર્યા અને પોતાની બોલેરો જીપમાંથી ધારીયુ લઈ ફરીયાદી ઈજનેરને મારવા દોડેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી તથા અન્ય કર્મચારીને ઝાપટ મારી ફરજમાં રૂકાવટ કરેલ હતો.