રાજકોટની રંગઉપવન સોસાયટીની દીવાલ પાસે ટાવરનું કામ શરૂ થતાં સ્થાનિકોનો વિરોધ

રાજકોટ શહેરના વોર્ડ નં.2માં રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલી શ્રી રંગઉપવન કો.ઓપ.હાઉ.સોસાયટીના રહેણાંક વિસ્તારની દિવાલ નજીક ખાનગી મોબાઇલ કંપની દ્વારા વિશાળ ટાવર ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને પગલે આ વિસ્તારમાં વિરોધ થયો હતો. આ મામલે કલેક્ટર અને મ્યુ. કમિશ્નરને પત્ર લખી કામ રોકવા માંગણી કરવામાં આવી હતી. જેને લઈ આ મોબાઈલ ટાવરની કામગીરી અટકાવવામાં આવી છે.

કમિશ્નર તેમજ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરાઈ રંગઉપવન સોસાયટી પાસે બનતા મોબાઈલ ટાવર અંગે સ્થાનિકો દ્વારા પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ રાડીયા સહિતના નગરસેવકોને પત્ર લખીને જોખમ અંગે ચિંતા વ્યકત કરી હતી. જેથી ટીપી શાખાએ આ ટાવર નાખવાની કામગીરી અંગે તપાસ શરૂ કરી છે. મ્યુ. કમિશ્નર તેમજ કલેક્ટરને પણ સ્થાનિકો દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેને લઈને પદાધિકારીઓ દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *