રાજકોટની બહેનોને રક્ષાબંધનની ભેટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ બહેનોને રક્ષાબંધનની ભેટ આપવા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં તારીખ 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે રાજકોટ મનપા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનો માટે મુસાફરી તદ્દન ફ્રી રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આખો દિવસ દરમિયાન બહેનો કોઈપણ સિટી કે BRTS બસમાં એક સ્થળેથી બીજા સ્થળે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. અને પોતાના ભાઈ તેમજ પરિવારને મળવા જવા માટે વાહનનો ખર્ચ બહેનોએ કરવો પડશે નહીં.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ શાસિત મનપાએ આ ચીલો ચીતર્યો છે. જેમાં રક્ષાબંધન અને ભાઈબીજ દરમિયાન બહેનો પોતાના ભાઈ અને પરિવાર પાસે જઈ શકે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનોને નિઃશુલ્ક મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આગામી 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે બહેનો માટે શહેરની તમામ સિટી તેમજ BRTS બસમાં ફ્રી મુસાફરી જાહેર કરવામાં આવી છે. મનપાના આ નિર્ણયનો લાભ પોતાના ભાઈ અને પરિવારને મળવા જતી તમામ બહેનોને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *