રાજકોટના કાલાવડ રોડ પરની કેન્દ્રીય વિદ્યાલયના સેક્રેટરીએ 23.83 લાખની છેતરપીંડી આચરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. સીનીયર સેક્રેટરી દેવેન્દ્ર ગણાત્રાએ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકની ખોટી સહીઓ કરી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા અને બાદમાં બેંકની ભૂલ થયાનું જણાવી ગેરમાર્ગે પણ દોર્યા હતાં. જોકે બેંક સાથેના વેરિફિકેશનમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને સ્કૂલના સિનિયર સેક્રેટરીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.
સેક્રેટરીએ 23.83 લાખ ચાઉં કર્યા બનાવ અંગે કાલાવડ રોડ પર પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસમાં આચાર્ય આવાસમાં રહેતાં ગંગારામ મીણા (ઉ.વ.47)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દેવેન્દ્ર ગણાત્રાનું નામ આપ્યુ હતું. જેમાં જણાવ્યું હતું કે, તેઓ કેન્દ્રીય વિદ્યાલયમાં ગત 05 સપ્ટેમ્બર, 2022થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય વિદ્યાલયમાં તેઓની સાથે સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ તરીકે દેવેન્દ્ર ગણાત્રા ફરજ બજાવે છે. તેઓના ત્રણ બેંક એકાઉન્ટ આવેલ છે. તે તમામ ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો કરવા માટે તેઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલાયમા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ઇંગ્લીશ) તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ પરમારની સાથે સહીઓ થતી હોય છે.
સહીઓ સહિતનું રજીસ્ટર નીભાવવાનુ કામ પણ આરોપી કરતો જે બાદ દેવેન્દ્ર ગણાત્રા તમામ નાણાકીય વ્યવહારો કરે છે. શાળામા એક ચેક ઇસ્યુ રજીસ્ટર પણ નીભાવવામા આવે છે. જે રજીસ્ટરમાં તેઓની તેમજ જેને ચેક બનાવેલો હોય તેની સહીઓ તેમજ તે રજીસ્ટરમા ચેક નંબર, તારીખ, રકમ, બેંકનુ નામ, જેને ચેક આપેલ છે તે પાર્ટીનું નામ, ચેક આપવાનો હેતુ, કયા વિભાગમાં ખર્ચ કરેલ છે તે તથા ચેક પોસ્ટમાં મોકલેલ હોય તેની વિગત, સહીઓ સહિતનુ રજીસ્ટર નીભાવવાનુ કામ પણ આ દેવેન્દ્ર ગણાત્રાનુ છે.
ઓક્ટોમ્બર-2025મા પૈસા ટ્રાન્સફર કર્યા જોકે આ દરમિયાન અમદાવાદની રીઝનલ ઓફીસ અમદાવાદથી ગત 21ના ફોન આવ્યો હતો કે, તમારા બેંક ખાતામા મોટા પ્રમાણમા પૈસાની ટ્રાન્સફર થાય છે. તે અંગે ચેક કરવાનુ કહેતા આ બાબતે દેવેન્દ્ર ગણાત્રાને પુછતા તેઓએ લેખિતમાં એક પત્રમા જણાવેલ કે, તેણે પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સીને ઓક્ટોમ્બર-2025મા પૈસા ટ્રાન્સફર કર્યા છે.